અમદાવાદ શિવરંજની નજીક થયેલા અકસ્માતમાં ખુલાસો.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ શિવરંજની નજીક થયેલા અકસ્માતમાં ખુલાસો.
આરોપી રોહન સોનીની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી
રોહન સોની તેના મિત્રની જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો

શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદ શિવરંજની પાસે ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે રાત્રે કારે એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, એક્ટિવાનો ભુક્કો થઇ ગયો. એક્ટિવા પર સવાર બે યુવાનો મોટને ભેટ્યા છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી વિગત અનુસાર અમદાવાદમાં શિવરંજની પાસે ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે ગઇકાલે મોડી રાત્રે અકસ્માત થયો હતો. મોડી રાત્રે એક્ટિવા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે. ટક્કર એટલી ભયંકર હતી કે, કારની ટક્કરથી એક્ટિવાચાલક BRTS રેલીંગમાં ધસી આવ્યો હતો.ટક્કરના કારણે બંને યુવાનો ફૂટબોલની માફક ફંગોળાયા હતા. અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો છે, ગાડી એટલી સ્પીડમાં હતી કે એક્ટિવા રેલિંગ કૂદીને BRTS ટ્રેકમાં પટકાઈ હતી અને મૃતકના પરિવારજનો દ્વારા અકસ્માત સર્જનારને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે. જ્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે અકસ્માત ઘટનામાં એકટીવા પર સવાર બે લોકોના મોત થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. લોકોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી. ટુ વ્હીલર ચાલકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની અટકાયત કરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *