સુરત : ઉધના રેલવે સ્ટેશન બહાર કીચડનું સામ્રાજ્ય

Featured Video Play Icon
Spread the love

સુરત : ઉધના રેલવે સ્ટેશન બહાર કીચડનું સામ્રાજ્ય
સ્થાનિકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
આ કીચડ ફક્ત એક જગ્યા પુરતો સીમિત નથી
આખા ઝીરો નંબર રોડ પર કીચડ ફેલાઈ ગયું છે

ઉધના રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડની ભરમારને કારણે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે. આ સ્થિતિને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજબરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકનું ચાલી રહેલું નવીનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે.

ઉધના રેલવે સ્ટેશન બહાર કીચડનું સામ્રાજ્ય: સ્થાનિકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પ્લેટફોર્મના નવીનીકરણ દરમિયાન ખોદકામને કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કીચડમાં ફેરવાઈ ગઈ છે. આ કીચડ મુખ્ય માર્ગ પર ફેલાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલી વધી છે. આ કીચડ ફક્ત એક જગ્યા પુરતો સીમિત નથી, પરંતુ આખા ઝીરો નંબર રોડ પર કીચડ ફેલાઈ ગયું છે. તો સુત્રો કહી રહ્યા છે કે કીચડને કારણે વાહનો સ્લિપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેનાથી અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. વધુમાં જાણવા મળ્યું હતું કે, આ વિસ્તાર સુરત મહાનગર પાલિકાની હદમાં આવે છે, તેમ છતાં મનપા દ્વારા હજી સુધી કઈ કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી નથી. મુખ્ય માર્ગો કીચડ વાળા થઈ જતા ગંદકીનો પ્રકોપ વધી ગયો છે. તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ કીચડની સમસ્યાને કારણે રોજિંદા જીવનમાં મોટી અસુવિધા થઈ રહી છે. ઉપરાંત, કીચડ અને ગંદકીને કારણે શ્વાસોચ્છવાસની તકલીફો અને અન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *