સુરતના પુણા વિસ્તારમાં ખાડી પાસે એપાર્ટમેન્ટ નમી પડ્યું
ડ્રેનેજ લાઈનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા દોડધામ
પાલિકા દ્વારા તમામ ફ્લેટ ખાલી કરાવ્યા
સુરતના પુણા વિસ્તારમાં ખાડી પાસે એપાર્ટમેન્ટ બેસી જવાની શક્યતાઓ વચ્ચે પાલિકા દ્વારા તમામ ફ્લેટ ખાલી કરાવ્યા હતા અને લોકોનુ અચાનક સ્થળાંતર કરાયુ હતું.
સુરતના પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઈનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતાં સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહીને એસએમસીની દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા હતો તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યાં ન હતા. માત્ર દબાણ ખાતાના માણસો હતા.
