સુરત : લસકાણામાં ખોટા હાજરી પત્રક તથા પગારબીલ બનાવી લાખોની ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત : લસકાણામાં ખોટા હાજરી પત્રક તથા પગારબીલ બનાવી લાખોની ઠગાઈ
3 લાખ 67 હજાર 800 ખોટી રીતે મેળવી કરી છેતરપીંડી
લસકાણા પોલીસે ગુનો નોંધી બે ઠગોને ઝડપી પાડ્યા

લસકાણા પોલીસે શિક્ષણ સમિતિમાં ત્રણ ત્રણ શિફ્ટમાં નિમણૂંક કરવા જણાવાયેલ સિક્યુરીટી ગાર્ડ દ્વારા બે વધારાના ગાર્ડના નામો ઉમેરી ત્રણ નામ વાળા ખોટા હાજરી પત્રક તથા પગારબીલ બનાવી લાખો રૂપિયા મેળવી લઈ ઠગાઈ આચરી હોય જે મામલે પોલીસે બેને ઝડપી પાડ્યા છે.

સુરતની લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ઈન્ચાર્જ અધિકારીએ શક્તિ સિક્યુરીટી એજન્સીને વર્ક ઓર્ડર મુજબ ત્રણ સિક્યુરીટી ગાર્ડને 8-8-8 કલાક ત્રણ શિફ્ટમાં નિમણૂંક કરવા જણાવ્યુ હોય તેમ છતા વર્ષ 2024ના જુલાઈ મહિનાથી 2024ના માર્ચ મહિના સુધી એમ નવ મહિના સુધી શાળામાં એક જ સિક્યુરિટી ગાર્ડ ગુણવંત ગોકુળ ભુવાને રાખી નવ માસના હાજરી પત્રકમાં બે વધારાના સિક્યુરીટી ગાર્ડના નામ ઉમેરી ત્રણ નામ વાળા ખોટા હાજરી પત્રક અને પગારબીલ બનાવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં રજુ કરી 3 લાખ 67 હજાર 800 ખોટી રીતે મેળવી લઈ પગાર બીલના ખોટા વાઉચરો બનાવી ખરા તરીકે રજુ કરી છેતરપીંડી કરી હતી આ મામલે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા લસકાણા પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી બે ઠગો કાળુ મગન પોશીયા અને કૌશલપ્રસાદ લટકનપ્રસાદ સિંગરોલને ઝડપી પાડ્યા હતાં અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *