સુરતની સારોલી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો
પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો
વાહન ચોર સુજીત ગોવિંદ પ્રસાદ ઉત્તમને ઝડપી પાડ્યો
સુરતની સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચના મુજબ સારોલી પી.આઈ. એસ.આર. વેકરીયા અને પી.એસ.આઈ. એસ.આર. રાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. રમેશ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભરતની બાતમીના આધારે વાહન ચોરીના ગુામાં સંડોવાયેલા રીઢા વાહન ચોર મુળ યુપીના ફતેપુરનો અને હાલ પલસાણા જોલવાગામ ખાતે રેહતા સુજીત ગોવિંદ પ્રસાદ ઉત્તમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
