રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપી અમિત ખૂટે ફાંસો ખાધો

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપી અમિત ખૂટે ફાંસો ખાધો
સુસાઈડ નોટમાં લખ્યું- મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે
રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી

રાજકોટના રીબડા ગામમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપી યુવક અમિત ખૂંટે પોતાની વાડીમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. રીબડાના સ્થાનિક અગ્રણી ગોવિંદ સગપરિયાએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે

ગત શનિવારે એક સગીરાએ અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ યુવકે આ પગલું ભર્યું છે. સગીરાએ આરોપ લગાવ્યો હતો કે, અમિત ખૂંટે તેને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં યુવકે લખ્યું છે કે, મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો. આત્મ હત્યાને પગલે રીબડાના સ્થાનિક અગ્રણી ગોવિંદ સગપરિયાએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે

અમિત ખૂટે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું જાઉં છું મારી સાથે આ ચાર છોકરીયુંએ હનીટ્રેપ કર્યું છે. આ ચાર છોકરી છે. એક આ બધું જે મીડિયામાં બોલે છે એ પૂજા રાજગોર. આની સાથે ત્રણ છોકરા છે. આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે. જેમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માગતા’તા. મેં એમની ઉપર હુમલાનો કેસ કરેલો છે. આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે. હું આ દુનિયા છોડીને જાવ છું.
પોલીસ સાહેબ મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે. હું આખા ગામનું સારું કરવા ગયોને મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આ બધાને સખતમાં સખત સજા કરજો. આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલ છે. મારી ઉપર આવું અનેકવાર દમન ગુજારવામાં આવ્યું છે. જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું.પણ અમે નાના માણસો છીએ એમને પહોંચાય એમ નથી. ભાઈ મંત્ર, સમર્થ અને કિસુ બીના બધાનું ધ્યાન રાખજે. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. મંત્રને જોઈએ એ લઈ દેજે. હું તો હવે નથી, તારે બાઇ થઈને બધાનું ધ્યાન રાખવાનું છે. ફુલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલ છે. આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ મજબૂર કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે, આને મને મળવા મજબૂર કરેલ છે. લીખીતન અમિત ખુંટ કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *