રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતાં હોવાનો પર્દાફાશ.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતાં હોવાનો પર્દાફાશ.
સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલમાં કરે છે ખાનગી પ્રેક્ટિસ.
રાજકોટ મેડિકલ કોલેજના 19 જેટલા ડૉક્ટર્સ સામે આક્ષેપ.

 

સરકારી ડોક્ટરની ખાનગી પ્રેક્ટિસનો મામલો સામે આવ્યો છે. ડોક્ટરની ડબલ પ્રેક્ટિસની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં નોંધ લેવાય છે. આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજના ડિન પાસે રિપોર્ટ માગ્યો છે. તેમાં ખાનગી પ્રેક્ટિસ માટેની ડોક્ટરોને પરવાનગી હતી કે કેમ તે અંગે ખુલાસો પૂછ્યો છે. આજ બપોર સુધીમાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલશે.

રાજકોટ મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો સરકારી પગાર લે છે અને પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમા કરે છે. ત્યારે ડો.દોશીએ લખેલા પત્રથી ખળભળાટ મચી ગઈ છે. લાખો રૂપિયા સરકારી પગાર લેવાનો અને ખાનગી હોસ્પિટલમાં ફુલ ટાઇમ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યુ છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા અમુક હોસ્પિટલ વેબસાઇટ પરથી ડોક્ટરો નામ અને ફોટા પણ મળી આવ્યા છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ સરકારી પગાર મેડિકલ કોલેજના ઉચ્ચ વ્યક્તિેને 50 ટકા આપી ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. ગરીબ લોકોની સારવાર માટે લાખો રૂપિયાનો પગાર મેળવતા ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં લાખોની કમાણી કરી છે. પાત્રમાં લખવામાં આવેલ લિસ્ટ મુજબ ડોક્ટરોની વાત કરીએ તો ઓથોપેડીક, રેડિયોલોજિસ્ટ, પેથોલોજી, મેડિસિન્સ અને સર્જરી વિભાગના ડોક્ટરો ખાનગી હોસ્પિલ હોવાનો ઉલ્લેખ છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવતા મુજબ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ અને સિવિલ અધિક્ષક મોનાલી માકડિયા રહેમ નજર હેઠળ કોભાંડ ચાલે છે.

રાજકોટ મેડિકલ કોલેજના ડીન ભારતીબેન પટેલની પત્રકાર પરિષદ યોજાઇ છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જે ડોક્ટરો નામ પાત્રમાં છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજના ડીન અને સિવિલ હોસ્પિટલ અધિક્ષકની બેઠક શરૂ થઇ છે. સમગ્ર મામલે તપાસ માટે કમિટી બનાવી તપાસ કરવામાં આવી રહી છે. અમુક ડોક્ટરો પ્રોવેટ પ્રેક્ટિસ કરી શકે છે પણ હોસ્પિટલ નિયમ અનુસાર સિવિલ હોસ્પિટલ સમય આપે છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે. બાયોમેટ્રિકથી હાજરી પૂરવામાં આવે છે. હાજરી પૂરી જતા રહેવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. હાજરીને લઈ ડીન અને અધિક્ષક દ્વારા તપાસ કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *