મેઘરજના કંટાળું ગામમાં 3 મંદિરોમાં ચોરી
હનુમાનજી, શ્રીરામજી અને રામદેવજી મંદિરની દાનપેટી તોડી,
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
મેઘરજ તાલુકાના કંટાળું ગામમાં એક જ પરિસરમાં આવેલા 3 મંદિરોમાં તસ્કરોએ દાનપેટી તોડીને ચોરી કરી છે. હનુમાનજી, શ્રીરામજી અને રામદેવજી મંદિરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. મેઘરજના કંટાળું (નવાગામ )ગામે ચોરીનો હાથ ફેરો કર્યો હતો. એક જગ્યાએ આવેલ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના બની છે. હનુમાનજી મંદિર, શ્રી રામજી મંદિર, રામદેવજી મંદીમાં દાન પેટીઓના તાળા તોડી ચોરી કરી ગયા હતા.મળતી માહિતી મુજબ તસ્કરોએ મંદિરોની કુલ 5 દાનપેટી તોડીને ચોરો હતો એ હાથ ફેરો કર્યો . આ ઘટના મંદિરના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. દાનપેટીમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન ચોરાયો હોવાની આશંકા છે.આ વર્ષે કંટાળું ગામના મંદિરોમાં આ બીજી ચોરીની ઘટના નોંધાઈ છે. આ ઘટનાને કારણે ઈસરી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
