વડોદરા નંદેસરીની પીએબી ઓર્ગોનિક કંપનીમાં ભીષણ આગ,
બે કિલો મીટર સુધી ધૂમાડા દેખાયા
10 ફાયર ફાઇટરે 3 કલાકે આગ કાબૂમાં લીધી
વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબીઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાઓ બનાવતી કંપનીમાં 5 જૂનની સવારે ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 10 જેટલા ફાયર ફાઇટ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ પાણી અને ફોમનો મારો ચલાવી 3 કલાકે આગ કાબૂમાં લીધી હતી.
વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી PAB ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાઓ બનાવતી કંપનીમાં આગ મામલે જાણવા મળ્યા મુજબ કંપનીના પ્રોડક્શન વિભાગમાં સોલવન્ટ ભરેલા ડ્રમમા આગ લાગી હતી. જે આગ ધીરે ધીરે પ્રસરતા મોટું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ ઘટનાએ લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ આગના બે કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા ફેલાઇ ગયા હતા. સાવચેતીના ભાગરૂપે આસપાસની કંપનીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી. આ કંપની કેમિકલ ઇન્ટરમીડિયેટ અને ફાઇન કેમિકલ્સ સાથે સંકળાયેલું કાર્ય કરે છે. આજે સવારે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ કર્મચારીઓ પોતાના કામ પડતાં મૂકીને કંપની બહાર દોડી આવ્યા હતા અને પોતાના જીવ બચાવ્યા હતા. આગે જોત જોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. દરમિયાન આ બનાવની જાણ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો દોડી ગયા હતા અને કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, આગ કાબૂમાં ન આવતા વડોદરા ફાયર બ્રિગેડ, GSFC અને ગેઇલના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સ્થાનિકો સુત્રોના જણાવ્યા અનુસાર, આગની ગંભીરતાને ધ્યાને રાખીને નજીકની કંપનીઓને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી છે. આગ લાગવાને પગલે વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા બે કિલોમીટર સુધી ફેલાયા હતા. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્કરોના સાયરનોથી ગૂંજી ઉઠ્યું હતું. ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબૂ મેળવવા પાણીનો મારો શરૂ કર્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક નંદેસરી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
