સુરત સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં કાર્યવાહી
ફરાર ડૉ. નિરાલી વસાવાની ખટોદરા પોલીસે કરી ધરપકડ
લાંબા સમયથી ફરાર આરોપી મહિલા તબીબ પોલીસના સકંજામાં
રેગિંગ અને આપઘાત કેસમાં પોલીસ તપાસ તેજ બની

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગ કેસમાં ખટોદરા પોલીસે ફરાર ડો. નિરાલી વસાવાની પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં ચકચારી નવી સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં પોલીસની ઝડપી બની હોય તેમ લાંબા સમયથી ફરાર ડો. નિરાલી વસાવાને ખટોદરા પોલીસે ઝડપી પાડી છે. અગાઉ આ જ કેસમાં ડૉ. દિક્ષીતા ઘેવરિયા, ડૉ. હિના ભૂત અને ડૉ. અનુજ મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી. નિરાલી વસાવાની ધરપકડ સાથે જ કેસમાં નામજોગ ચારેય આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. હવે આ સમગ્ર કેસમાં પોલીસની આગળની તપાસ પર નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *