વિશ્વ એનેસ્થેસિયા દિવસ નિમિત્તે સુરતમાં જનજાગૃતિ કાર્યક્રમ
સુરતમાં પંચ રક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન
જાહેર જનતાને પાંચ જીવનરક્ષક કૌશલ્યોની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ
વિશ્વ એનેસ્થેસિયા દિવસ નિમિત્તે સુરતમાં જનજાગૃતિના હેતુથી પંચ રક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાહેર જનતાને પાંચ જીવનરક્ષક કૌશલ્યોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
સુરતમાં વિશ્વ એનેસ્થેસિયા દિવસ નિમિત્તે યોજાયેલા પંચ રક્ષક તાલીમ કાર્યક્રમમાં લોકોને જીવનરક્ષક કૌશલ્યો અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સીપીઆર અને ચેસ્ટ કમ્પ્રેશન દ્વારા હૃદયની કટોકટીમાં મદદ કેવી રીતે કરવી, બેભાન વ્યક્તિને પ્રાથમિક મદદ આપવા માટે લેગ રેઇઝ અને રિકવરી પોઝિશનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ અપાઈ હતી. આ ઉપરાંત, ગૂંગળામણની સ્થિતિમાં એબ્ડોમિનલ થ્રસ્ટ્સની યોગ્ય પદ્ધતિ અને ઈમરજન્સી મેડિસિન કિટના યોગ્ય ઉપયોગ અંગે પણ લોકોને સમજ આપવામાં આવી હતી. શીખો, પ્રેક્ટિસ કરો અને તૈયાર રહોના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કટોકટીના સમયે ગભરાયા વિના યોગ્ય પ્રાથમિક મદદ આપવાની જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સમયસર મળતી પ્રાથમિક મદદ કોઈનો જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.
