સુરત-ઉદયપુર વચ્ચે આજથી વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

સુરત-ઉદયપુર વચ્ચે આજથી વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ
સીઆર પાટીલના હસ્તે સુરતથી ટ્રેનને લીલી ઝંડી અપાઈ

સુરત અને ઉદયપુર વચ્ચે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાત માટે આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી ગણાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે સુરતથી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સુરતથી ઉદયપુર વચ્ચે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ છે. લાંબા સમયથી સુરતના મુસાફરો આ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. હવે સુરત અને ઉદયપુર જેવા બે મહત્વના શહેરો વચ્ચે સીધી વંદે ભારત કનેક્ટિવિટી શરૂ થઈ છે. સુરતથી સવારે 6 વાગ્યે 10 મિનિટે વંદે ભારત એક્સપ્રેસ ઉપડશે અને બપોરે 1 વાગ્યે 40 મિનિટે ઉદયપુર પહોંચશે. જ્યારે પરત ઉદયપુરથી બપોરે 3 વાગ્યે 35 મિનિટે ટ્રેન ઉપડશે અને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. અઠવાડિયામાં છ દિવસ આ ટ્રેન કાર્યરત રહેશે અને એક દિવસ ટ્રેનની સેવા બંધ રહેશે. આ સ્વદેશી વંદે ભારત ટ્રેન આધુનિક સલામતી સુવિધાઓ અને આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. ટ્રેન શરૂ થતાં સુરત અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સમયની પણ બચત થશે. ટ્રેનના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે વંદે ભારત ટ્રેનને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતુ કે એક સમય એવો હતો કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન દુર્ગંધ અને ભીડનો સામનો કરવો પડતો હતો, જ્યારે આજે દેશમાં વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો દોડી રહી છે. સીઆર પાટીલે સુરતથી ઉદયપુર વંદે ભારતની શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સુરતના રાજસ્થાની સમાજને પણ શુભેચ્છા પાઠવી હતી. આ ટ્રેન માટે દિલ્હીમાં રજૂઆત કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *