ડિંડોલી-ભેસ્તાન રોડ પર મોબાઈલ સ્નેચિંગની ઘટના
મોબાઈલ સ્નેચ કરી ભાગી રહેલા રીઢાને લોકોએ પીછો કરી ઝડપી પાડ્યો
આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો
ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર
સુરતના ડિંડોલી ભેસ્તાન રોડ પર રાહદારીનો મોબાઈલ સ્નેચીંગ કરી ભાગી રહેલા રીઢાને લોકોએ પિછો કરી પકડી પાડી તેને પોલીસને સોંપ્યો હતો.
સુરતના ડિંડોલી-ભેસ્તાન રોડ પર રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી મોબાઈલ સ્નેચર ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મોબાઈલ સ્નેચિંગની ઘટના નજરે પડતા સ્થાનિકોએ આરોપીનો પીછો શરૂ કર્યો હતો. અને લોકોએ લગભગ 500 મીટર સુધી આરોપીની પાછળ દોડ લગાવી આખરે તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરી કરેલો મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિકોએ ડિંડોલી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ડિંડોલી પોલીસે મોબાઈલ સ્નેચરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
