સુરતમાં પીએમ મોદીના ભત્રીજી દમયંતી વિકાસ મોદીના 369 હીલવેલ ન્યુટ્રિશન સેન્ટરનો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પીએમ મોદીના ભત્રીજી દમયંતી વિકાસ મોદીના 369 હીલવેલ ન્યુટ્રિશન સેન્ટરનો પ્રારંભ
ઉમરા ગામે પ્રહલાદભાઈ મોદીના હસ્તે ન્યુટ્રિશન સેન્ટરનું ઉદ્ઘાટન
ગોવિંદ પાર્ક જી સોસાયટીમાં નવું ન્યુટ્રિશન સેન્ટર શરૂ

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી દમયંતી વિકાસ મોદીના 369 હીલવેલ ન્યુટ્રિશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમરા ગામ સ્થિત ગોવિંદ પાર્ક જી સોસાયટીમાં શરૂ થયેલા આ સેન્ટરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના નાના ભાઈ પ્રહલાદભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન દરમિયાન તેમને સન્માન અર્પણ કરવા સાથે લોકોમાં ન્યુટ્રિશન અને વેલનેસ અંગે જાગૃતિ ફેલાવવાના સંકલ્પ સાથે 369 હીલવેલ ન્યુટ્રિશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. સેન્ટરની સંસ્થાપક દમયંતી વિકાસ મોદીના જણાવ્યા મુજબ,મેં આજના સમયમાં ડાયાબિટીસ, થાઇરોઇડ સહિતની જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓ અનેક પરિવારોમાં જોવા મળી રહી છે. ત્યારે યોગ્ય પોષણ, આહાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હીલવેલ નામ પાછળ હેલ્થ અને વેલ્થનો વિચાર જોડવામાં આવ્યો છે, જ્યારે ૩૬૯ શરીર, મન અને આત્માના સ્તરે હીલિંગના વિચારનું પ્રતિનિધિત્વ કરે છે. સારા ન્યુટ્રિશન સાથે હીલિંગ મોડાલિટીને જોડીને લોકોને આરોગ્ય અને વેલનેસ અંગે માર્ગદર્શન આપવાનો સંસ્થાનો ઉદ્દેશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *