ભાવનગરમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ
પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યાની ફરિયાદ
એક મહિલા સહિત હની ટ્રેપ ગેંગના 3 સભ્યો ઝડપાયા

ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આધેડ એ મહિલા સહિતના શખ્સો વિરુદ્ધ પોતાને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી આ અંગે લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી લોકોને હની ટ્રેપમા ફસાવતી ગેંગના ત્રણ સભ્યોને કાર સાથે ઝડપી લીધા હતા ઝડપાયેલ વ્યક્તિઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે ઝડપાયેલ બંને શખ્સો નું રી કંન્સ્ટ્રકશન પોલીસે કર્યું હતું

તાજેતરમાં શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આધેડ એ એક મહિલા તથા અન્ય શખ્સો વિરુદ્ધ પોતાને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ સંદર્ભે એલસીબી ની ટીમે તપાસ હાથ ધરી શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ પાસેથી વેરના કાર નંબર જીજે 15-સી.જે.5999 સાથે લોકોને હનીટ્રેપમા ફસાવતી ગેંગના ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુ લાઠીયા ઉંમર વર્ષ ૩૭ રહે.કામરેજ-સુરત,રાજેશ ભીખા કાથરોટીયા ઉં.વ. 42 રહે કામરેજ – સુરત, અને વિલાસ બીપીન પુરાણી રહે.ફૂલસર વાળીને ઝડપી લઇ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ઝડપાયેલ બંને શખ્સોને જાહેરમાં લાવી સમગ્ર ઘટના રિ-કંન્સ્ટ્રક્શન કરી બંને આરોપીઓના ગળામાં “હું નકલી પોલીસ છું”એવા બેનર પણ લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઘનશ્યામ તથા રાજેશ વિરુદ્ધ સુરત, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં દારૂ સહિતનાં ગુનાઓ દાખલ હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત આ ગેંગના અન્ય સાગરીતો રમેશ ઉર્ફે કાનો સાગરકા રહે.પાદરડી-જુનાગઢ, અને નિકુંજ સોલંકી રહે.સુરત વાળાઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *