સુરતના ભેસ્તાનમાં ઘરફોડ ચોરીની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાનમાં ઘરફોડ ચોરીની ઘટના
ભગવતીનગરમાં તસ્કરોએ મકાનને બનાવ્યું નિશાન
ડ્રિલ મશીનથી કટિંગ કરી ઘરમાં પ્રવેશ કર્યો
15થી 18 લાખની ચોરી થઈ હોવાની ચર્ચા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં ભગવતીનગરમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી ડ્રિલ મશીનથી કટિંગ કરી ઘરમાં પ્રવેશ કર્યો હોવાની માહિતી સામે આવી છે. રીઢાઓ 15થી 18 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હોવાની ચર્ચા જોવા મળી હતી.

સુરતમાં રોજે રોજ ઘરફોડ ચોરી ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં તસ્કરોએ મકાનમાં ઘૂસીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ મકાનમાં પ્રવેશવા માટે ડ્રિલ મશીનથી કટિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે. ચોરીની ઘટનામાં અંદાજે 15થી 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હોવાની પ્રાથમિક આશંકા છે. ઘટનાની ગંભીરતાને જોતા ભેસ્તાન પોલીસની 3થી 4 ટીમો તપાસમાં જોડાઈ છે. પોલીસ દ્વારા ચોરી અંગે વધુ વિગતો મેળવવા અને તસ્કરો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *