ઓપરેશન સિંદૂરનો નવો વિડિઓ સામે આવ્યો
સેનાએ કહ્યું- પાકિસ્તાને ગોલ્ડન ટેમ્પલને નિશાન બનાવ્યું હતું,
મહારાષ્ટ્રમાં નકલી એરફોર્સ અધિકારીની ધરપકડ
ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને નિશાન બનાવીને મિસાઇલ ઝીંકી હતી. જેને ભારતીય એક ડિફેન્સ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી હતી. સેનાના જવાનોએ પંજાબમાં તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ પણ બતાવ્યો છે.
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંગે એક નવો વીડિયો બહાર પાડ્યો છે. આમાં સેનાએ બતાવ્યું છે કે તેણે પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું. વીડિયો પોસ્ટ કરતી વખતે વેસ્ટર્ન કમાન્ડે લખ્યું, અમે આકાશને જમીનથી સુરક્ષિત કર્યું. આ દરમિયાન, પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત એક જવાને જણાવ્યું કે 8-9 મેની રાત્રે પાકિસ્તાને અચાનક ગોળીબાર કર્યો અને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. જે અમે નિષ્ફળ કર્યો. અમારા ગોળીબારનું પરિણામ એ આવ્યું કે સવાર સુધીમાં દુશ્મન ઘૂંટણિયે પડી ગયા અને તેમની ચોકી પર સફેદ ધ્વજ ફરકાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના શોપિયાંના ડીકે પોરા વિસ્તારમાં એક સંયુક્ત કાર્યવાહીમાં સેના અને સીઆરપીએફે આતંકવાદીઓને મદદ કરી રહેલા બે સહયોગીની ધરપકડ કરી. તેમની પાસેથી બે પિસ્તોલ, ચાર ગ્રેનેડ અને 43 કારતૂસ મળ્યાં હતાં. આ દરમિયાન યુપી એટીએસે એક શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે, જે ભારત-પાકિસ્તાન સરહદ પર માલની દાણચોરી કરતો હતો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે કામ કરતો હતો. ATS અનુસાર, શંકાસ્પદ જાસૂસની ઓળખ મુરાદાબાદના રહેવાસી શહજાદ તરીકે થઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી