ભાવનગરમાં નંદકુંવરબા મહિલા કોલેજમાં ગણપતિ ઉત્સવની ઉજવણી
નંદકુંવરબા મહિલા કોલેજમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના
પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી
ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી તેમાય ખાસ કરીને પર્યાવરણ ને નુકશાન ન થાય તે હેતુથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું.
ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં ત્રણ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા પર્યાવરણ બચાવવા નાળિયેરના છાલામાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ ત્રણ દિવસ કોલેજની વિધાર્થીનીઓ દ્વારા દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવશે તેમજ દિવસ દરમિયાન આરતી, શણગાર, ગરબા, સમૂહ આરતી જેવા કાર્યક્રમો કરવામાં આવશે ડી.જે. ના સથવારે વિધાર્થીનીઓ અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
