સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગનો સભ્ય ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચે ચોર ગેંગના સભ્યને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના સભ્યને ઝડપી પાડી વરાછા અને ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ સુરતમાં વધી રહેલી ઘરફોડ ચોરી સહિતની ઘટનાઓને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને વરાછા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અંગે તપાસ કરી રહ્યા હતા તે સમયે વરાછા ઘરફોડ ચોરીના ગુનાના આરોપીનું લોકેશન મહારાષ્ટ્રના અંબરનાથ વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને અંબરનાથ ઈસ્ટ લોકનગરી વિસ્તારમાંથી અજયસિંહ વિક્રમસિંહ ઠાકુરને ઝડપી સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે ગેંગનો મુખ્ય સૂત્રધાર ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસિંહ ભાટીયા છે. આરોપીઓ મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા અને હોટલમાં રોકાયા બાદ દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી ચોરીને અંજામ આપતા હતા.૨ સપ્ટેમ્બરના રોજ આરોપીઓએ વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી કૂબેરનગર સોસાયટીના સુંદર એપાર્ટમેન્ટમાં એક ફ્લેટને નિશાન બનાવ્યો હતો. મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 2.15 લાખની ચોરી કરી હતી. આટલું જ નહીં, આરોપીઓ પીપલોદ વિસ્તારમાં પણ બંધ ફ્લેટમાં ચોરીના ઈરાદે ગયા હતા, જોકે ત્યાંથી કોઈ વસ્તુ મળી નહોતી. જ્યારે પોલીસ પૂછપરછમાં વલસાડ-વાપી વિસ્તારમાં આશરે દોઢ મહિના અગાઉ બંધ મકાનમાં ઘરફોડ ચોરી તેમજ એક્ટિવા ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી. હાલ તો રીઢાનો કબ્જો ક્રાઈમ બ્રાન્ચે વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *