સિંગણપોર વિયર કમ કોઝવે ફરી વાહન વ્યવહાર માટે બંધ

Featured Video Play Icon
Spread the love

સિંગણપોર વિયર કમ કોઝવે ફરી વાહન વ્યવહાર માટે બંધ
તાપી નદીમાં પાણીની આવક વધતાં સિંગણપોર કોઝવે ઓવરફ્લો
ઉકાઈ કેચમેન્ટમાં વરસાદથી સિંગણપોર કોઝવે ફરી ઓવરફ્લો
કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરાયો

સુરતનો સિંગણપોર વિયર કમ કોઝવે ફરી એકવાર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે ફરી ઓવરફ્લો થયો છે.

સિંગણપોરનો વિયર કમ કોઝવે પર ફરી પાણી ફરી વળ્યું છે. ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે તાપી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેના પગલે કોઝવે ઓવરફ્લો થતાં માર્ગ પરથી પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને પાણી આ સપાટી વટાવી જતા માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. તાપી નદી બે કાંઠે વહેતા સિંગણપોર અને રાંદેરને જોડતો મહત્વનો માર્ગ ફરી બંધ કરાયો છે. કોઝવેનો ઉપયોગ દરરોજ હજારો વાહનચાલકો કરે છે. ત્યારે ફરી એકવાર માર્ગ બંધ થતાં વાહનચાલકોને લાંબો ચકરાવો ફરવાની નોબત આવી છે. મહત્વનું છે કે 68 દિવસ બાદ ભારે જહેમત પછી ખુલેલો આ કોઝવે માત્ર 4 દિવસમાં જ ફરી બંધ કરાયો છે. પાણીનું સ્તર અને પ્રવાહ જોખમી બનતા તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *