સુરતમાં ‘આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ 2026’નું ભવ્ય આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ‘આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ 2026’નું ભવ્ય આયોજન
આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ 2026માં 50થી વધુ પ્રતિભાઓનું સન્માન
જહાંગીરપુરામાં યોજાયો આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ 2026

સુરતમાં પ્રતિભા અને સિદ્ધિઓની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જહાંગીરપુરા ખાતે યોજાયેલા આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ 2026માં વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ઉભી કરનાર 50થી વધુ વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા ધ પ્રિવિલેજ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટમાં આઇકોનિક ગ્લોરી એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્ય ગ્લોબલ આઇકોન્સ, ગુરુકૃપા વિદ્યાલય-મોરાભાગળ અને સિટી એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ એવોર્ડ સમારોહનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા, કાર્યક્ષમતા અને વિશિષ્ટ યોગદાનથી આગવી ઓળખ ઉભી કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાનો હતો. સમારોહમાં વિવિધ ક્ષેત્રોની 50થી વધુ વિશિષ્ટ પ્રતિભાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ધ કેરળ સ્ટોરીની જાણીતી અભિનેત્રી અદા શર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે મહાનુભાવોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજકો તેમજ સહયોગી સંસ્થાઓ દ્વારા પ્રતિભાશાળી વ્યક્તિઓના કાર્યને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને મહાનુભાવોના સન્માનથી અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓને પણ સમાજ માટે કંઈક વિશેષ કરવાની અને શ્રેષ્ઠતા તરફ આગળ વધવાની પ્રેરણા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *