ભટારમાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ભટારમાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો
માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, 45 વર્ષીય શખ્સ જેલભેગો
ભટાર દુષ્કર્મ કેસમાં આરોપી નંદલાલ મુખ્યાની ધરપકડ

સુરતના ભટાર વિસ્તારમાં 9 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની હતી જેમાં પડોશમાં રહેતા 45 વર્ષીય નંદલાલ મુખ્યાએ બાળકી સાથે હેવાનિયત આચર્યાની ફરિયાદના આધારે પોલીસે નરાધમને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં ભટારમાં 9 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી છે. માતા-પિતા મજૂરી અર્થે બહાર જતા હોવાનો લાભ લઈ પડોશમાં રહેતા 45 વર્ષીય નંદલાલ મુખ્યાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યો હતો. બાળકી લાંબા સમય સુધી ઘરે પરત ન આવતા તેના ભાઈએ શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ બે દિવસ બાદ બાળકીના પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને નજીકના હેલ્થ સેન્ટરમાં લઈ જવાઈ હતી. હેલ્થ સેન્ટરમાં તપાસ દરમિયાન સમગ્ર હેવાનિયતનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી અને 45 વર્ષીય આરોપી નંદલાલ મુખ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *