ભાવનગર નગરસેવિકા નિરલબેન સિદ્ધપુરાએ અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર નગરસેવિકા નિરલબેન સિદ્ધપુરાએ અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ
100થી વધુ બાળકોને પૌષ્ટિક ભોજન કરાવી ચોપડાનું કરાયું વિતરણ
જન્મદિવસની ઉજવણી સાથે બાળકોના શિક્ષણ માટે સહાયરૂપ બન્યા નગરસેવિકા

ભાજપના ચિત્રા-ફુલસર-નારી વોર્ડના નગરસેવીકા નિરલબેન સિદ્ધપુરા દ્વારા જન્મદિવસ નિમિતે 100 કરતા વધુ બાળકોને ભોજન સાથે ચોપડા વિતરણ કર્યું

સેવા એજ ધર્મના સૂત્ર ને અપનાવતા ભાવનગર શહેરના ચિત્રા-ફુલસર-નારી વોર્ડ ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા નિરલબેન દ્વારા બાળકોને પુસ્તકો અને નોટબુક નું વિતરણ કરી તેમજ ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરવામા આવી હતી.એક તરફ લોકો જન્મદિવસ નિમિતે દેખાદેખી માં હજ્જારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે ત્યારે લુહાર સમાજ ના સંપન્ન ઉદ્યોગપતિ પરિવાર માંથી આવતા નિરલબેન સિદ્ધપુરા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે કોઈ ભપકા વગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા શ્રમિક પરિવારોના બાળકોને ભણવા માટે ચોપડાનું વિતરણ કરી તેમજ ભોજન કરાવી તેમના જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી.નિરલબેનની આ વિશિષ્ટ પહેલને શહેરના લોકોએ આવકારી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *