સુરતના મોટા વરાછા વિસ્તારમાં દારૂડિયા

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દારૂડિયા
દારૂ પીને જાહેરમાં હોબાળો કરનારાઓને પકડ્યા
શહેરમાં જાહેર શાંતિ ભંગ કરનારાઓ સામે પોલીસની નજર

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દારૂ પીને જાહેરમાં હોબાળો કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

સુરતમાં જાહેરમાં દારૂ પીને બેફામ ગાળો બોલી હોબાળો કરતા બે વ્યક્તિઓના કારણે સ્થાનિકોમાં પણ ચકચાર મચી હતી. સમગ્ર ઘટનાની જાણ ઉતરાણ પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક ગોપીન સર્કલ પાસે પહોંચી અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર સ્થળે દારૂ પીને ધમાલ કરનારા તત્વોને પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં જાહેર શાંતિ ભંગ કરનારાઓ સામે પોલીસની નજર હવે વધુ કડક બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *