ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ગળાફાંસો ખાધો
ઈન્દિરાનગરમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર
ગંભીર હાલતમાં મહિલાને સર ટી. હોસ્પિટલ ખસેડાઈ
વ્યાજે લીધા હતા ₹3 લાખ, ₹10 લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ
3 વર્ષ બાદ પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો આક્ષેપ
ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ઈન્દિરાનગરમા રહેતી મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘરે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ઈન્દિરાનગરમા રહેતા અને ફળફળાવ બગીચાના ઇજારા રાખતા સંજય સોલંકી નામના દેવીપુજક યુવાને ત્રણ વર્ષ પહેલા આંબાના બગીચાનો ઈજારો રાખવા ગેરકાયદે નાણાં ધીરધારનો ધંધો કરતા બે શખ્સો પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને અને અત્યાર સુધીમાં અન્ય જગ્યાએ થી વ્યાજે નાણાં લાવીને બંન્ને વ્યાજખોરોને ૧૦ લાખ જેવી માતબર રકમ ચૂકવી હોવા છતાં હજુ પણ સંજય પાસે ચક્રવર્તી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય અને ઘરે આવી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય છેલ્લા છ મહિનાથી સંજયની આર્થિક હાલત અત્યંત ખરાબ હોય આથી વ્યાજ ન ચુકવી શકતાં આજે બંને વ્યાજખોરો સંજયના ઘરે આવ્યા હતા અને પૈસા ની વ્યાજ સાથે કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા સંજયની પત્ની શિતલએ વ્યાજખોરોના ત્રાસ-ધમકીથી ડરી જઈ ગળાફાંસો ખાઇ લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ અંગે સંજય એ બંને વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
