દાહોદ પોલીસ કોસ્ટેબલનો છેતરપિંડી કરવાનો ચોંકાવનારો મામલો
ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીતેન્દ્ર સોલંકી
42 લાખથી વધુની કિંમતની ગાડીઓ ભાડે મેળવી
પોલીસે વેચાઈ ગયેલી પાંચેય લક્ઝુરિયસ કારને રિકવર કરી
દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીતેન્દ્ર સોલંકી સામે અમદાવાદની ટ્રાવેલ્સ કંપની સાથે છેતરપિંડી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે પોલીસ વર્દી અને ઓળખપત્રનો ઉપયોગ કરીને કોન્સ્ટેબલે પોતાના બે સાગરીતો સાથે મળી રૂપિયા 42 લાખથી વધુની કિંમતની ટોયોટા ફોરચ્યુનર સહિત પાંચ લક્ઝુરિયસ કાર ભાડે મેળવી હતી.
મળતી માહિતી અનુસાર પોલીસ તપાસના બહાને પાંચ મોંઘી કાર ભાડે લીધી મળતી માહિતી મુજબ, જીતેન્દ્ર સોલંકીએ અમદાવાદની ‘ગો વિથ ઝૂપ’ નામની ટ્રાવેલ્સ એજન્સીનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસના કામકાજ માટે વાહનોની જરૂર હોવાનું જણાવી તેણે કંપનીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ એક મહિનાના ભાડા કરાર પર ટોયોટા ફોરચ્યુનર સહિત કુલ પાંચ મોંઘીદાટ ફોર-વ્હીલર કાર ભાડે લેવામાં આવી હતી. સંચાલક સૌરભ ગુપ્તાના જણાવ્યા મુજબ, પોલીસકર્મી વર્દીમાં આવ્યો હતો અને એગ્રીમેન્ટ કરીને પાંચેય કાર લઈ ગયો હતો. બાદમાં કારોમાંથી GPS કાઢીને બાઇકમાં લગાવી દેવામાં આવ્યા હતા, જેથી કારો રનિંગમાં હોવાનો ભાસ થતો હતો.
GPS કાઢીને બાઇકમાં લગાવી માલિકોને ગેરમાર્ગે દોર્યા આરોપીઓએ છેતરપિંડી છુપાવવા માટે કથિત રીતે કારમાં લાગેલા GPS ટ્રેકર કાઢીને બાઇકમાં ફિટ કરી દીધા હતા. જેના કારણે કંપનીની એપ્લિકેશનમાં કારો રસ્તા પર દોડતી હોવાનો આભાસ થતો હતો. આ રીતે કાર માલિકોને લાંબા સમય સુધી કોઈ શંકા ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાંચેય લક્ઝુરિયસ કાર અન્ય રાજ્યોમાં વેચી નાખ્યાનો આક્ષેપ GPS સાથે ચેડાં કર્યા બાદ આરોપીઓએ પાંચેય લક્ઝુરિયસ વાહનો અન્ય રાજ્યોમાં બારોબાર વેચી દીધા હોવાનો આક્ષેપ છે. કારો વાસ્તવમાં કંપની પાસે પરત ન આવી હોવા છતાં GPSના કારણે વાહનો ચાલુ હોવાનો ભાસ થતો રહ્યો હતો. મહિના બાદ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો લગભગ ચાર મહિના સુધી કારો પરત ન મળતાં અને ભાડાની ચુકવણી પણ બંધ થતાં ટ્રાવેલ્સ કંપનીના સંચાલકે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કારો વેચી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સાથે જ કારોના GPS ઉપકરણો બાઇકમાં લગાવવામાં આવ્યા હોવાની પણ જાણ થઈ હતી.
