સુરતમાં ઓનલાઈન ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગના નામે છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઓનલાઈન ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગના નામે છેતરપિંડી
1.63 કરોડથી વધુની સાયબર છેતરપિંડી
ઉત્તરાખંડના કાશીપુરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી

સુરતમાં ઓનલાઈન ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગના નામે 1.63 કરોડથી વધુની સાયબર છેતરપિંડી મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તરાખંડના કાશીપુરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે ફેસબુક, વોટ્સએપ અને નકલી ટ્રેડિંગ એપ મારફતે ઊંચા નફાની લાલચ આપી 1 કરોડ 63 લાખથી વધુની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. બનાવને લઈ સાયબર ક્રાઇમ સેલની ટીમ તપાસમાં જોડાઈ હતી અને તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તરાખંડથી ત્રણ આરોપીઓ ઈઝહાર ઈલિયાસ, સુમૈર શાહિદ અને ઉવેશ નસરૂદ્દિનને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ કમિશનના લોભમાં પોતાના તેમજ અન્ય લોકોના બેંક ખાતા સાયબર ઠગોને આપતા હતા. એકાઉન્ટમાં આવેલી રકમ એટીએમ  મારફતે ઉપાડી ઠગોને પહોંચાડવામાં આવતી હતી.

પોલીસે લોકોને ચેતવણી આપી છે કે કોઈપણ લાલચમાં આવી પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ઓટીપી કે નેટ બેંકિંગની માહિતી કોઈને પણ આપવી નહીં અને છેતરપિંડી થાય તો તરત જ 1930 હેલ્પલાઇન અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *