ભાવનગરમાં શાળાના યુનિફોર્મના વેચાણને લઈ વિવાદ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં શાળાના યુનિફોર્મના વેચાણને લઈ વિવાદ
ગ્રાહકનો આક્ષેપ છે કે બિલમાં દર્શાવેલી રકમ કરતાં વધુ રકમની માંગણી

ભાવનગરમાં શાળાના યુનિફોર્મના વેચાણને લઈને એક દુકાન વિવાદમાં આવી છે. ગ્રાહકનો આક્ષેપ છે કે બિલમાં દર્શાવેલી રકમ કરતાં વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.

જ્યારે આ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો, ત્યારે દુકાનદારે કાયદા અને સરકારી નિયમોની પરવા કર્યા વગર પડકારજનક વર્તન કર્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે ભાવનગરની મોટાભાગની શાળાઓના યુનિફોર્મ એક જ દુકાન પરથી ખરીદવાનો આગ્રહ શા માટે કરવામાં આવે છે ?
શું વાલીઓને પોતાની પસંદગીની અન્ય દુકાનમાંથી યુનિફોર્મ ખરીદવાનો અધિકાર નથી ?

સાથે જ એક વધુ ચર્ચા એ પણ છે કે શું આ દુકાન અને કેટલીક શાળાઓ વચ્ચે કોઈ પ્રકારની કમિશન વ્યવસ્થા છે ? જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે જવાબદાર તંત્ર તપાસ કરે અને જો કોઈ અનિયમિતતા થઈ હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *