ભાવનગરમાં પાંચ ટોબરા ગામે ભૂંડનો આતંક

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પાંચ ટોબરા ગામે ભૂંડનો આતંક
મગફળીના પાકને ભારે નુકસાન

ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામમાં ભૂંડના આતંકને કારણે ખેડૂતો ભારે પરેશાન બન્યા છે. ગામના ખેડૂત લશ્કરભાઈ કોશીયાની વાડીમાં ભૂંડના ઝુંડે ઘૂસી જઈ મગફળીના ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરમાં ભૂંડના સતત ત્રાસને કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. રાત્રી દરમિયાન ભૂંડ ખેતરોમાં ઘૂસી જઈ મગફળી સહિતના પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે.અસરગ્રસ્ત ખેડૂત લશ્કરભાઈ કોશીયાએ વન વિભાગ અને સંબંધિત તંત્ર સમક્ષ ભૂંડના ત્રાસથી ખેડૂતોને મુક્તિ અપાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. તેમજ પાકને થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અન્ય ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *