સુરતના મહિધરપુરા વિસ્તારમાં ફિલ્મી અંદાજમાં ચોરી
શટર ઊંચું કરી દુકાનમાં શખ્સે ડ્રોઅરમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી
અંદાજે 30 હજાર રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઈ ગયો
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તસ્કરે ફિલ્મી અંદાજમાં ચોરીને અંજામ આપ્યો હોય તેમ શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશેલા શખ્સે ડ્રોઅરમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં રામપુરા પોલીસ લાઈન પાસે આવેલી દવાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મધરાતે એક તસ્કરે દુકાનનું શટર થોડું ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં ઘૂસ્યા બાદ તેણે પોતાનું ટી-શર્ટ કાઢી નિર્ભય રીતે ચોરી શરૂ કરી હતી. તસ્કરે દુકાનના ડ્રોઅરમાં રાખેલા અંદાજે 30 હજાર રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય જેથી સીસીટીવીના આધારે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી આરોપીની ઓળખ મેળવવા સાથે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા હતાં.
