સુરતના સચિન જીઆઇડીસીમાં અકસ્માત ટળ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતના સચિન જીઆઇડીસીમાં અકસ્માત ટળ્યો
વિરાજ કોમ્પ્લેક્સની નિર્માણાધીન સાઇટની દીવાલ અચાનક ધરાશાયી
સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ નથી.

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મોડી રાત્રે મોટો અકસ્માત ટળ્યો હોય તેમ પાલી ગામ સ્થિત વિરાજ કોમ્પ્લેક્સની નિર્માણાધીન સાઇટની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જો કે સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી.

સુરતના સચિન જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના પાલી ગામ સ્થિત વિરાજ કોમ્પ્લેક્સની નિર્માણાધીન સાઇટ પર મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. જોરદાર ધડાકાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને સંબંધિત તંત્રને જાણ કરી હતી. સદનસીબે ઘટનાના સમયે દીવાલની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની ન હતી. હાલ દીવાલ શા માટે ધરાશાયી થઈ તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક તબક્કે ભારે વરસાદ, બાંધકામની ગુણવત્તા અથવા અન્ય ટેક્નિકલ કારણોની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *