લીંબડી તાલુકાના સૌકા ગામની નદીમા બે યુવાનો ગરકાવ

Featured Video Play Icon
Spread the love

લીંબડી તાલુકાના સૌકા ગામની નદીમા બે યુવાનો ગરકાવ
નદીમા આવેલ મહાકાય પાણી ભરેલા ખાડામા બે યુવાનો ગરકાવ

લીંબડી તાલુકાના સૌકા ગામની નદીમા આવેલ મહાકાય પાણી ભરેલા ખાડામા બે યુવાનો ગરકાવ થયા

મળતી માહિતી મુજબ યુવાનો આ ખાડામાં આવી કાળઝાળ ગરમીથી રાહત માટે ન્હાવા પડ્યા હતાં અને એકાએક પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. ત્યારે જયેન્દ્ર પનારા જેઓની ઉંમર આશરે 25 વર્ષ છે અને સૌકા ગામે રહે છે જેઓની લાશ આ મહાકાય ખાડાના પાણીમા તરતી મળી આવી હતી. બીજી લાશ જીજ્ઞેશ પરમાર જેઓની ઉંમર આશરે 24 વર્ષ ની છે અને લીંબડી કૃષ્ણ નગરમાં રહે છે જેઓની લાશની શાધખોળ તરવૈયાઓ દ્વારા કરવામાં આવતા કલાકોની મહેનત બાદ મળી આવી હતી

બન્નેની લાશને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે હોસ્પિટલ ખાતે પરિવારજનો સહિતના સમાજના લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા. ત્યારે બન્ને યુવાનોની ઉંમર નાની હોય અને એકાએક આવો દુખનિય ઘટના બનતા પરિવારજનો સહિત સમાજમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ બાબતની જાણ પોલીસને થતા પી.આઈ. તેમજ પીએસઆઇ સહિત પોલીસ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *