સુરતની અમરોલી પોલીસે મોબાઇલ સ્નેચિંગના ગુનાના આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની અમરોલી પોલીસે મોબાઇલ સ્નેચિંગના ગુનાના આરોપીને ઝડપ્યો
મોબાઈલ સ્નેચર વિશાલ ઉર્ફે શેમીયો અડાગલેને ઝડપી પાડ્યો
મોંઘોદાટ મોબાઈલ અને ગુનામાં વપરાયેલ બાઈક કબ્જે

સુરતની અમરોલી પોલીસે મોબાઇલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી તેની પાસેથી ચોરાયેલો મોંઘોદાટ મોબાઈલ અને ગુનામાં વપરાયેલ બાઈક કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કામળીયાની ટીમના અહેકો લાલજીભાઈ તથા અપોકો પંકજભાઈને મળેલી બાતમીના આધારે કોસાડ આવાસ પાસેથી રીઢા મોબાઈલ સ્નેચર વિશાલ ઉર્ફે શેમીયો અડાગલેને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચીંગ કરાયેલ આઈફોન મોબાઈલ તથા ચોરીમાં વપરાયેલ સ્પ્લેન્ડર બાઈક મળી 70 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *