સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને હત્યાના રીઢા આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને હત્યાના રીઢા આરોપીને ઝડપ્યો
ચોરીની ટાટા હેરિયર કાર, બનાવટી નંબર પ્લેટ અને નકલી દસ્તાવેજો ઝડપ્યા
મોહંમદ સોયેબ ઉર્ફે સોયેબ સિટી નામના રીઢા આરોપીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે લિંબાયત વિસ્તારના ગુજસીટોક અને હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને ચોરીની ટાટા હેરિયર કાર, બનાવટી નંબર પ્લેટ અને નકલી દસ્તાવેજો સાથે ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં ગુનાખોરી ડામવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લિંબાયતના મોહંમદ સોયેબ ઉર્ફે સોયેબ સિટી નામના રીઢા આરોપીને કાળા રંગની ટાટા હેરિયર એક્સયુવી કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કાર પર લગાવેલી નંબર પ્લેટ શંકાસ્પદ જણાતા એન્જિન અને ચેસિસ નંબરની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે કારનું મૂળ રજિસ્ટ્રેશન નંબર રાજસ્થાનનું છે અને આ કાર વર્ષ 2025 માં દિલ્હીના રોહિણી વિસ્તારથી ચોરાઈ હતી. આરોપી પાસેથી મળેલા કારના દસ્તાવેજો અને નંબર પ્લેટ પણ બનાવટી હોવાનું બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો અને ચોરીની કાર રાખવાના ગુનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં લૂંટ, હત્યા, ગુજસીટોક સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *