સુરતના ભેસ્તાનમાં અકસ્માત સર્જાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાનમાં અકસ્માત સર્જાયો
ડમ્પરે માતા અને માસૂમ બાળકીને કચડી નાખ્યા
ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરે માતા અને માસૂમ બાળકીને કચડી નાખતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ડમ્પરની અડફેટે આવતા માતા અને તેની બે વર્ષની બાળકીનું કરુણ મોત થયુ હતું. મૃતકોની ઓળખ 25 વર્ષીય રૂકસાર શેખ આરીફ અને બે વર્ષની જેનબ આરીફ શેખ તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પોલીસે ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *