સુરતના લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ
વરલી મટકાના જુગારધામ પર દરોડા પાડી
10 આરોપીઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતના લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વરલી મટકાના જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી 10 આરોપીઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના લિંબાયતના શિવાજીનગર અને રત્નપ્રભા સોસાયટી નજીક આવેલા શેડમાં વરલી મટકાનો અડ્ડો ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પીએસઆઈ જેએસ રાજપૂતના નેતૃત્વમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 1 લાખ 13 હજાર 880 રૂપિયાની રોકડ રકમ, 13 મોબાઈલ ફોન અને 13 ટુ-વ્હીલર સહિત કુલ 3 લાખ 59 હજાર 330 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી તસ્લીમ મન્સૂર શેખ, રાજેશ પાટીલ, મુખ્તાર મુજાવર અને સ્વપ્નિલ વાલ્હે સહિત 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે જયમાતાજી સુદામ પાટીલ, ગોપાલ પાટીલ અને કુલકર્ણી સહિત 12 જેટલા આરોપીઓ ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા હતાં.
