સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ
સિંગણપોરમાં રહેતા યુવાને પોતાના જ ઘરે આપઘાત કર્યો
ઘરેલુ કંકાસ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરાઈ

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સિંગણપોર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના જ ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના સિંગણપોરમાં યુવાને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. સિંગણપોરના ભૂમિ પાર્ક સોસાયટીમાં 31 વર્ષીય જીગ્ગેશભાઈ વરિયાએ પોતાના ઘરે જ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ હતુ. તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા પ્રાથમિક માહિતી મુજબ ઘરેલુ કંકાસ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો યુવાનના આપઘાત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *