માંડવી પોલીસ સ્ટેશન દ્વારા સુઝીકી કંપનીની મોપેડની ચોરી ઝડપી

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા સુઝીકી કંપનીની મોપેડની ચોરી ઝડપી
માંડવી પોલીસએ 90,000ની મોપેડ તથા આરોપીને ઝડપી પાડ્યો.

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા એક સુઝીકી કંપનીની મોપેડની ચોરી કરનાર ઇસમને મોપેડ સાથે ઝડપી લીધા હતા, માંડવી પોલીસએ 90,000ની મોપેડ તથા આરોપીને ઝડપી પાડ્યો.

સુરતના એસપી રાજેશ ગઢીયા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જેના ભાગરૂપે મ પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ વળવીના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી જેના અનુસંધાને માંડવી પોલીસ સ્ટેશનના માણસો સાથે મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. જેના આધારે એક નંબર પ્લેટ વગરના મોપેડ મોટરસાયકલને રોકી જે વાહનની એન્જિન ચેસીસ નંબર ચકાસતા આ વાહન માટે પોલીસ સ્ટેશનમાંવાહન ચોરીનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી સદન પૂછ પરછ કરતા આ વાહન આશરે 8 માસ પહેલા મોજે ગામ માંડવી બજારમાં જૈન દેરાસર પાસે એક ઘરના વાળાના ભાગેથી ચોરી કરેલ હોવાનો કબુલાત કરેલ હતી જે ગુનો માંડવી પોલીસ માં નોંધાયો હોવાનું જાણવા મળેલ છે જેથી આરોપી તથા મોપેડ ની કિંમત રૂપિયા 90,000 સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ જેમાં આરોપી રાહુલ રામભાઈ ઉર્ફે રામુ જોગી રહેવાસી ધોબણીનાકા જોગીવાળ જાણવા મળેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં જે .એસ. વળવી પી.આઈ માંડવી સનતભાઈ જયસુખભાઈ એ.એસ.આઇ, ભાવિનભાઈ રમણભાઈ હેડ કોન્સ્ટેબલ, મહેશભાઈ દેવસિંગભાઈ , હેડ કોન્સ્ટેબલ તથા નવનીતભાઈ વીરસીંગભાઇ પોલીસ કોન્સ્ટેબલ આ કામગીરીમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *