સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના કાર્યકરો પર વિફર્યા.

Featured Video Play Icon
Spread the love

સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના કાર્યકરો પર વિફર્યા.
જાનકી આશ્રમમાં યોજાયેલી બેઠકમાં કાર્યકરોને ખખડાવ્યા.
પક્ષના કેટલાક લોકો પૂરતો સહકાર ન આપતા હોવાનો વસાવાનો આક્ષેપ.

ભરૂચના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા પોતાના બેબાક સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદે પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને આગેવાનો સામે આકરા પ્રહાર કરીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

ભરૂચના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા પોતાના બેબાક સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદે પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને આગેવાનો સામે આકરા પ્રહાર કરીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. બેઠક દરમિયાન મનસુખભાઈ વસાવાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પાર્ટીના કેટલાક લોકો તેમને પૂરતો સહકાર આપવાને બદલે તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. સાંસદે આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યું કે, “વિરોધ પક્ષ કરતાં પણ ભાજપના જ કેટલાક લોકો મને વધુ નડી રહ્યા છે.” આ નિવેદન દર્શાવે છે કે પાર્ટીના આંતરિક સ્તરે ક્યાંક અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

મનસુખ વસાવાએ અંતિમ ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પક્ષ કે પદની પરવા કર્યા વગર આ તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે, જે પણ ભાજપ કે કોંગ્રેસના નેતા અસામાજિક તત્વોને આશરો આપતા હશે, તેમને આગામી દિવસોમાં યોજાનારી જાહેરસભામાં નામજોગ ખુલ્લા પાડવામાં આવશે.સાંસદના આ આકરા તેવરને કારણે હવે સ્થાનિક ભાજપના આગેવાનોમાં સોપો પડી ગયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *