લીંબડી પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી
પીજીવીસીએલ લીંબડી કચેરીના ધાંધીયા
અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજ ગુલ જનતા ત્રાહિમામ
લીંબડી શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. રહેણાંક સોસાયટીઓ અને વેપારી વિસ્તારોમાં અંધારપટ્ટથી હાલાકી જોવા મળી છે.
કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે રાત્રિના સમયે જ લાઈટો ગુલ થતાં પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીથી જનતા પરેશાન થઇ રહી છે. ગ્રાહકો માટેના ઇન્ક્વાયરી ફોન સતત રહે છે બંધ અને અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકો અને ગ્રાહકોનો ગંભીર આક્ષેપ કર્યા છે લીંબડીના વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. ધંધા-રોજગારને વ્યાપક નુકસાન થતાં વેપારી મંડળમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. વીજ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા લીંબડીની જનતાની PGVCLના અધિકારીઓ પાસે ઉગ્ર માંગ કરી છે…
