માંડવીના ગોડસંબા ગામે નવા આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત
સુરત જિલ્લા પંચાયત સભ્ય નીરવ લાડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સુરત જિલ્લા પંચાયતના સદસ્ય નીરવ લાડ તેમજ માંડવી તાલુકા હેલ્થ ઓફિસર ની ઉપસ્થિતિમાં આજરોજ ખાતમુરત કરવામાં આવ્યું
માંડવી તાલુકાના ગોડસંબા ગામે કુંવરજીભાઈ હળપતિના અથાગ પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ નવા આરોગ્ય સબ સેન્ટરના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાતમુરત સુરત જિલ્લા પંચાયતના સભ્ય નીરવ લાડ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય સબ સેન્ટરનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાઓ વધુઅને ઝડપી અને સુલભ ,સશક્ત બને તેવા શુભ આશય થી કરવામાં આવ્યું છે જે ગ્રામ્ય વિસ્તાર આશીર્વાદરૂપ બની રહેશે. આ નવી આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થવાના કારણે લોકોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય નિરવભાઈ લાડના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રમીલાબેનશંકરભાઈ ચૌધરી, ગામના સરપંચશ્રી તેમજ માજી સરપંચ ગીરીશભાઈ ચૌધરી તેમજ માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડો.નરેન્દ્રભાઈ ચૌધરી, ગોડસંબા ના મેડિકલ ઓફિસર ચીનલ જેસડીયા, તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધર્મેશભાઈ ચૌધરી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
