સુરત ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે ત્રણને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે ત્રણને ઝડપ્યા
ચેતન ગગુ ભોકળવા ભરવાડ, તોસીફ શેખ અને યાકીબ શેખ ઝડપાયા
એમડી ડ્રગ્સ સાથે 6 લાખ 18 હજારથી વધુની મત્તા કબ્જે કર્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે ત્રણને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબપોલીસ કમિશનર અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચઆર ગૌસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોકો હાર્દિકસિંહ અને પોકો જાલાભાઈને મળેલી બાતમીના આધારે કઠોરગામ કઠોર બસ સ્ટેશનથી માનસરોવર જતા રસ્તા પરથી ચેતન ગગુ ભોકળવા ભરવાડ, તોસીફ શેખ અને યાકીબ શેખને ઝડપી પાડી તેઓ પાસેથી 87 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ, ચાર મોબાઈલ ફોન, કાર અને રોકડ મળી 6 લાખ 18 હજારથી વધુની મત્તા કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *