સુરત શહેરમાં અસામાજિક તત્વોનો જીવલેણ હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં અસામાજિક તત્વોનો જીવલેણ હુમલો
ઉધનામાં નશો કરી રહેલા યુવકોને ટકોર કરવી ભારે પડી
ચપ્પુ વડે વસંત ઈન્ડવે પર જીવલેણ હુમલો કર્યો

સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉધના વિસ્તારમાં નશો કરી રહેલા યુવકોને ટકોર કરવી એક યુવકને ભારે પડી હતી. જાહેર શૌચાલય પાસે નશો કરતા ત્રણ ઈસમોને રોકતા યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતના ઉધના રોડ નંબર 10 વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો  છે. ઉધનામાં ત્રણ યુવકો જાહેર શૌચાલય પાસે બેસીને નશો કરી રહ્યા હતા. તે દરમિયાન 30 વર્ષીય વસંત ઈન્ડવે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. વસંતે યુવકોને નશો કરતા જોઈ ટકોર કરી હતી. ટકોર કરતા જ ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વસંત સાથે બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં આરોપીઓએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે વસંત ઈન્ડવે પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વસંતને છાતી અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો બીજી તરફ હાલ ઉધના પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *