સુરત ડુમસના કીડિયાબેટ પર બાયોડીઝલનો સંગ્રહ
પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી
અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી
સુરત ડુમસના કીડિયાબેટ પર પોલીસે મોડી રાત્રે ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર રીતે જ્વેલનશીલ પ્રવાહી અને બાયોડીઝલનો સંગ્રહ થતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા ભારે જથ્થો ઝડપાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી.
સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કીડિયાબેટ પર પોલીસ દ્વારા મોડી રાત્રે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ડુમસ પોલીસને મળેલી બાતમીના આધારે ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ અને જ્વેલનશીલ પ્રવાહીઓનો સંગ્રહ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજે 3200 લિટર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે 2 લાખ 40 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે મહેશ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા જ્વેલનશીલ પદાર્થોને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
