સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વધુ એક ઘટના
વોક વે પર સવારના સમયે એક્યુવી કારના ચાલકે નશાની હાલતમાં કાર હંકારી
રોડ પર પાર્ક કારને ટક્કર મારતા કાર પલ્ટી ગઈ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાલ વિસ્તારમાં વોક વે પર સવારના સમયે એક્યુવી કારના ચાલકે નશાની હાલતમાં કાર હંકારી અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો.
સુરતમાં નસેડીઓના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરતના પાલ વિસ્તારના વોક વે રોડ પર સવારના સમયે એક એક્સયુવી કારના ચાલકે પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર પાર્ક કારને ટક્કર મારતા કાર પલ્ટી ગઈ હતી. તો અકસ્માતના અવાજથી લોકો ઘરમાંથી બહાર દોડી આ્યા હતા. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો તો બનાવને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
