નીટ પરીક્ષા રદ્દ મામલે સુરતમાં આપ પાર્ટીનો વિરોધ
લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની મહેનત વ્યર્થ
જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી
નીટ પરીક્ષા રદ્દ મામલે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાર્ટીએ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની મહેનત વ્યર્થ જવા બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
નીટ પરીક્ષા રદ્દ થવાના મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગત 3 મેના રોજ યોજાયેલી નીટ પરીક્ષા બાદ પેપર ફૂટ્યાના આક્ષેપો સામે આવ્યા હતા, જેને પગલે પરીક્ષા રદ્દ કરવાની સ્થિતિ સર્જાઈ છે. આમ આદમી પાર્ટીએ આ સમગ્ર મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર તત્વોને ખુલ્લા પાડીને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. પાર્ટીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
