સુરતની સરદાર પટેલ વિદ્યાભવનનું પરિણામ 92.59 % આવ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતની સરદાર પટેલ વિદ્યાભવનનું પરિણામ 92.59 % આવ્યું
સુરત જિલ્લાનું ધો.10 માં 86.4% પરિણામ
23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 24 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતની સરદાર પટેલ વિદ્યાભવનનું પરિણામ 92.59 % આવ્યું છે

પરિણામ જાહેર થતાં જ શહેરભરમાં ખુશી અને ગમનો મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી ઉજવણી કરી, તો કેટલીક જગ્યાએ નિરાશા પણ જોવા મળી. સુરત શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ વર્ષે સુરતના કુલ 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે શહેર માટે ગૌરવની વાત ગણાય છે. સુરતના સરદાર પટેલ વિદ્યાભવનમાં પણ વિદ્યાર્થીઓએ શાનદાર પરિણામ આપ્યું છે. અહીં 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 24 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસિલ કર્યો છે. શાળાનું કુલ પરિણામ 92.59 ટકા નોંધાયું છે.

ગત વર્ષ કરતાં વધુ સારું પરિણામ આવતાં શાળા પરિવાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળા દ્વારા વિદ્યાર્થીઓની સફળતા નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રીતે, ધોરણ 10ના પરિણામે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપી છે, ત્યારે સફળ વિદ્યાર્થીઓ માટે આ ખુશીની ઘડી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *