બારડોલી તાલુકા પંચાયતની કડોદ-1 બેઠક પર રાજકીય ગરમાવો

Featured Video Play Icon
Spread the love

બારડોલી તાલુકા પંચાયતની કડોદ-1 બેઠક પર રાજકીય ગરમાવો
અપક્ષ ઉમેદવાર કિશોર લાડે કેસરિયો ધારણ કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મોટા રાજકીય ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. બારડોલી તાલુકા પંચાયતની કડોદ-1 બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કિશોરભાઈ લાડે છેલ્લી ઘડીએ પોતાનું વલણ બદલી ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

કડોદ-1 બેઠક પરથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા કિશોરભાઈ લાડે આજે ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પક્ષના હોદ્દેદારોની હાજરીમાં વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમણે આ બેઠક પર ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

જે બાબતે સુરત જીલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ. બાલુભાઈ પ્રજાપતિ, કડોદ ગામના આગેવાન મહેશભાઇ મિસ્ત્રી, સુ.જી. બક્ષીપંચ મો કાર્યાલયંત્રી ડૉ.સ્નેહલભાઈ પ્રજાપતિ ગામના આગેવાનો મહત્વની ભૂમિકા રહી હતી.​ આ નવાજુનીના કારણે હવે કડોદ-1 બેઠક પરના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. અગાઉ ત્રિપાંખિયો જંગ ખેલાવાની શક્યતા હતી, પરંતુ હવે અહીં મુખ્ય મુકાબલો ભાજપના ધ્વનિ ભાવસાર અને કોંગ્રેસના અનુપ વ્યાસ વચ્ચે સીધી ટક્કર તરીકે જોવા મળશે. કિશોર લાડનું સમર્થન મળતા ભાજપના પક્ષે જોર વધ્યું છે, જ્યારે કોંગ્રેસ માટે આ બેઠક પર રણનીતિ બદલવાની નોબત આવી છે. તાલુકાના રાજકારણમાં આ પક્ષપલટા અને સમર્થનને લઈને ભારે ચર્ચાઓ જાગી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *