સુરતના પુણાની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કુલમાં ડાન્સર કિરણભાઈ
વિદ્યાર્થીઓને વિશ્વ પ્રસિદ્ધ ફ્રીસ્ટાઈલ ડાન્સર કિરણભાઈથી પ્રેરણા મળી
કિરણભાઈએ વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી
સુરતના પુણા સિમાડા વિસ્તારમાં આવેલી પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ ફ્રીસ્ટાઈલ ડાન્સર કિરણભાઈથી પ્રેરણા મળી છે.
સુરતના સિમાડા વિસ્તારમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઈંગ્લેન્ડના ફ્રીસ્ટાઇલ ડાન્સર કિરણ ભાઈના શાનદાર પરફોર્મન્સથી પ્રેરણા મળી છે. બ્રિટન્સ ગોટ ટેલેન્ટના ફાઈનલિસ્ટ રહી ચૂકેલા કિરણલાઈ હાલમાં ભારતના પ્રવાસ પર છે અને સુરતની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કુલની તેમણે મુલાકાત લીધી હતી. કિરણ લાઈએ સ્કુલના વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. માત્ર પરફોર્મન્સ જ નહીં, તેમણે વિદ્યાર્થીઓ માટે ઈન્ટરએક્ટિવ વર્કશોપ્સનું પણ આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ડાન્સના વિવિધ મૂવ્સ શીખવાની સાથે આત્મઅભિવ્યક્તિનો અનોખો અનુભવ કર્યો હતો.
સુરતમાં કિરણભાઈએ વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી અને તેમને અનુશાસન, મહેનત તથા પોતાના સપનાઓને પૂર્ણ કરવા માટેના મહત્વપૂર્ણ મંત્ર આપ્યા હતાં. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ક્રિએટિવિટી વધારવાનો પ્રેરણાદાયક સંદેશ મળ્યો હતો. આ પ્રસંગે પોદાર એજ્યુકેશન નેટવર્કના ડિરેક્ટર હર્ષ પોદારે જણાવ્યું હતુ કે, શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ આવા અનુભવો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમના અંતે ઘણા વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટ્સમાં આગળ વધવા માટે પ્રેરિત થયા હતાં.
