સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસે ફોર્મ ભર્યા
કોંગ્રેસના વોર્ડ નંબર 19 ના બે ઉમેદવારો અંતિમ દિવસે ફોર્મ ભરવા પહોંચ્યા
સોહેલ અસલમ સાયકલવાલા અને મિલિંદ સપકાલની દાવેદારી
સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ શનિવારે છે ત્યારે તેના એક દિવસ પહેલા કોંગ્રેસના વોર્ડ નંબર 19ના બે ઉમેદવારોએ સમર્થકો સાથેરેલી આકારે કલેકટરાલયે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.
સુરત મહાનગર પાલિકાની ચુંટણીના ફોર્મ ભરવાનુ શરૂ થયુ હોય તેમ સુરત કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. સુરત મનપાના વોર્ડ નંબર 19 માંથી કોંગ્રેસના ઉમેદવાર સોહેલ અસલમ સાયકલવાલા અને મિલિંદ સપકાલએ દાવેદારો સાથે રીંગરોડ સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વાહન રેલી આકારે સુરતકલેકટરાલયે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉમેદવાર સોહેલ સાયકલવાલા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાના પુત્ર છે.
